મોરબી ના અમરેલી રોડ પર વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત

0
17

રોકડ, મોબાઈલ-પાંચ મો.સા. સહીત ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન ઠેર ઠેર જુગારના હાટડાઓ ધમધમતા જોવા મળ્યા હતા જોકે શ્રાવણ માસ બાદ પણ જુગારીઓ અડ્ડો જમાવતા હોય છે જેમાં આજે એલસીબી ટીમે અમરેલી રોડ પરની વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને ૧.૫૧ લાખની મત્તા જપ્ત કરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે અમરેલી રોડ પ્રજાપત નળિયાના કારખાના પાછળ વાડીની ઓરડીમાં જુગાર રમતા ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા, મહેશભાઈ વેરશીભાઈ અગેચણીયા, વિજયભાઈ ધીરજલાલ સાંતલપરા, જાવીદભાઈ રફીકભાઈ ગાજીવાલા અને દાઉદભાઈ ઉમરભાઈ જામ એમ પાંચને ઝડપી લઈને રોકડ ૫૬,૦૦૦ તેમજ પાંચ મોબાઈલ કીમત ૨૦,૫૦૦ અને ત્રણ મોટરસાયકલ કીમત ૭૫૦૦૦ મળીને ૧,૫૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY