ઇશ્કેરિયા ભારત સાથે ચીનમાં પણ રજૂ થશે

0
9

મુંબઈ,તા.૧૨
અભિનેત્રી રિચા ચડ્ડા અને નીલ નીતિન મૂકેશને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રોમાÂન્ટક સ્ટેરી ધરાવતી ફિલ્મ ઇશ્કેરિયા ભારતની સાથોસાથ ચીનમાં પણ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
ફિલ્મના નિર્માતા યુસુફ શેખે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે ચીનના સેન્સર બોર્ડ તરફથી અમને હરી ઝંડી મળી ચૂકી છે કે તમે આ ફિલ્મ ચીનમાં રજૂ કરી શકો છો. તાજેતરમાં અમે ચીનમાં ફિલ્મોનું વિતરણ કરતા કેટલાક આગેવાન વિતરકોને આ ફિલ્મ દેખાડી હતી.
‘ચીની વિતરકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સારું કન્ટેન્ટ (કથા વગેરે ) ધરાવતી ભારતીય ફિલ્મો ચીની ઓડિયન્સને આકર્ષી શકે છે’ એમ શેખે વધુમાં કહ્યુ હતું.
આ ફિલ્મ ભારતીય સેન્સર બોર્ડ સમક્ષ મૂકવામાં આવી છે અને એનું સર્ટિફિકેટ મળી જાય ત્યારબાદ અમે એવી કાળજી રાખીશું કે ફિલ્મની પાઇરસી ન થાય. એ પછી વિતરણ શરૃ કરીશું. અમારો પ્રયત્ન એવો છે કે ૨૧મી સપ્ટેંબરે ભારતમાં રજૂ થાય એ જ દિવસે ચીનમાં પણ આ ફિલ્મ રજૂ થઇ જાય.
શેખે કહ્યુ કે ચીનમાં ૭૦ હજાર સ્ક્રીન છે એટલે વ્યવÂસ્થત વિતરણ થાય તો આપણી ફિલ્મોને બહુ મોટું ઓડિયન્સ મળી જાય. ફિલ્મ સર્જકો અને વિતરકોને એક કરતી મોરેશિયસની કંપની લીવ વર્લ્ડ વાઇડે અમને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY