મુંબઈ,તા.૧૨
ટોચના અભિનેતા વરુણ ધવને પોતાની નવી ફિલ્મ કંપનીનું નામ નંબર વન એન્ટરટેઇનમેન્ટ કંપની જાહેર કર્યું હતું. આ કંપનીની સ્થાપના એણે ગયા સપ્તાહે કરી હતી. અત્યાર અગાઉ ટોચના લગભગ બધા કલાકારો પોતાની ફિલ્મ નિર્માણ કંપની સ્થાપી કયારે છે જેમાં શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન, અજય દેવગણ, સૈફ અલી ખાન ઉપરાંત હવે તો બી ગ્રેડના ગણાતા આયુષમાન ખુરાના અને સુશાંત સિંઘ રાજપૂત જેવા કલાકારોનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા વગેરેને સમાવેશ થાય છે. તાજેતરમાં વરુણ ધવને પોતે નિર્માતા બની રહ્યો હોવાની જાહેરાત કરી હતી અને ગયા સપ્તાહે પોતાની કંપની સ્થાપી હતી. પરંતુ એનું નામ જાહેર કર્યું નહોતું. સોમવારે આ કંપનીનું નામ જાહેર કર્યું હતું.વરુણના પિતા સિનિયર ફિલ્મ સર્જક ડેવિડ ધવન અને વરુણનો મોટોભાઇ ફિલ્મ સર્જક રોહિતધવન આ કંપનીમાં વરુણની સાથે સહયોગ કરીને ફિલ્મો બનાવવામાં મદદ કરશે. રોહિત એના પિતાની જેમ ડાયરેક્ટર છે. વરુણ અભિનેતા છે. આમ ધવન પરિવારમાં અભિનેતા, નિર્માતા અને નિર્દેશક એમ ત્રણે હવે હાજર રહેશે એમ કહી શકાય. અગાઉ ડેવિડ ધવને વીતેલા દાયકાના ટોચના અભિનેતા ગોવિંદા સાથે બીવી નંબર વન અને કૂલી નંબર વન જેવી કોમેડી ફિલ્મો બનાવી હતી. હવે વરુણે પોતાની ફિલ્મ કંપની સાથે નંબર વન જાડી દીધું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




