જુનાગઢ,તા.૮
જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ ૯ વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસીબીને કામ કરતા રોકી દીધા. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.
જૂનાગઢના ઉત્તર દક્ષીણ ક્ષેત્રે નગરનો વિકાસ થયો સાથે પશ્વિમ દિશામાં રાજકોટ-સોમનાથ જાડતા માર્ગનું રાષ્ટ્રીય ધોરીમાં દ્વારા હાથ ધરાયેલ વિકાસ દરમ્યાન કોયલી નજીકથી વડાલ ગામ સુધીનાં ૧૧ કીલોમીટરનો માર્ગ ૧૦ ગામનાં આશરે ૨૫૦ જેટલા કૃષિકારોની જમીન કપાતમાં જવાની થતાં જમીન સંપાદન ધારા તળે મળવા પાત્ર યોગ્ય વળતરની સામે ખેડુતોએ વધુ વળતર મળે તે દિશામાં ખેડુત હીતરક્ષક સમિતીનાં બેનર તળે માગ કરતાં ૯ વર્ષ બાદ સુખાંત આવ્યો હતો.
સરકારશ્રીનાં નિયમો મુજબ માર્ગ બનાવવા કપાતમાં ગયેલ જમીન ધારોકને ૩૯ કરોડ જેવી રકમ ચુકવવા જણાવાયુ હતુ. ત્યારે સરકાર સમક્ષ ખેડુતોએ વળતર ઓછુ હોવાની રજુઆત કરી હતી. જોકે, બાદમાં કેન્દ્ર સરકારને રજુઆત કરાતા જંત્રી મુજબ નક્કી થયેલી રકમ કરતા ચાર ગણું વધારે એટલે કે સવાસો કરોડથી વધું વળતર આપવા સરકારે નક્કી કર્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



