જૂનાગઢ,તા.૧૨
જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિરની ચૂંટણી માટે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો.. જૂનાગઢનાં સ્વામી મંદિરની શ્રી રાધારમણદેવ વહિવટી સમિતીની ચૂંટણી આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ ૫ વાગ્યે પૂર્ણ થયું છે. ૪ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી વધુ મતદાન થયું હતું. સંત વિભાગમાં ૫૪ ટકા મતદાન થયું, જ્યારે પાર્ષદ વિભાગમાં ૫૫ ટકા અને ગૃહસ્થ વિભાગમાં ૪૨ ટકા મતદાન થયું હતું. બીજી તરફ દેવ પક્ષે બોગસ મતદાનનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષે માંગણી કરી હતી કે પાર્ષદના નામ પુરા હોવા જાઈએ પરંતુ સિંગલ નામની મતદાર યાદી ધરાવતા અનેક લોકો મતદાન કરી રહ્યાં હોવાથી બોગસ મતદાનની ભીતી છે. બીજી તરફ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચતા વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને લઈને મતદારો અને પોલીસ વચ્ચે ધક્કામુકીના દ્રશ્યો સર્જાયા હતા. જેથી એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.
ગૃહસ્થ વિભાગમાં કુલ મતદારો ૨૭,૭૦૦ઃ આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચાર બેઠક પર દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલના ચાર-ચાર ઉમેદવાર છે. જ્યારે ૬ અપક્ષ ઉમેદવાર મળી ગૃહસ્થ વિભાગમાં ૧૪ ઉમેદવાર છે. તેમાં કુલ મતદારો ૨૭,૭૦૦ છે. તેમજ પાર્ષદ વિભાગની એક બેઠક માટે બન્ને પક્ષના એક એક તથા ત્રણ અપક્ષ મળી કુલ પાંચ ઉમેદવાર છે. જ્યારે સાધુ વિભાગની બે બેઠક માટે બન્ને પક્ષના બે-બે ઉમેદવાર તથા એક અપક્ષ મળીને પાંચ ઉમેદવાર છે. સાધુ વિભાગમાં કુલ ૫૧૭ મતદાર છે .મંદિરમાં મતદાન માટે ૨૯ બ્લોકમાં મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. મતદાન બાદ તા. ૧૩ નાં રોજ સોમવારે તેની મતગણતરી હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


