જુનાગઢ,તા.૧૦
જુનાગઢ શહેરને વિશાળ પ્રવાસધામનો દરજ્જો અપાવનારી ગિરનાર પર્વત ઉપરની રોપ વે યોજનાનું ૭૦ ટકા કામ પૂરું થયું છે અને ટુંક સમયમાં જ તેનું ટ્રાયલ શરૂ કરી દેવાશે.
આ યોજનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ પહાડ ઉપર આ યોજનાનો માલસામાન લઈ જવા માટે માલવાહક રોપ વે પૂરજાશમાં કાર્યરત છે. કામગીરી માટે વજનદાર ટ્રેકટરને રોપ વે દ્વારા ઉપર લઈ જવામાં આવ્યું હતું ત્યારબાદ આ બે ટન વજનના આ ટ્રેકટરને ૧૨૦૦ પગથિયે લઈ જવામાં આવ્યું હતું. ગિરનાર તળેટીથી અંબાજીના શિખર સુધી આ યોજના કાર્યરત થવાની છે.
હાલ રોપ વેના વજનદાર પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. કોલકતાની જાણીતી કંપની દ્વારા રોપ વેની કામગીરી ચાલી રહી છે. રોપ વે બની જતા જૂનાગઢના આર્થિક વિકાસની નવી દિશાઓ ખુલશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



