પાકિસ્તાનની હેટ્રિક હાર, બોલરોએ ફરી નિરાશ કર્યાં : શોએબ અખ્તર

0
7

કરાંચી,તા.૧૮
પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં પાંચ મેચોની સિરીઝના ચોથા વનડે મેચમાં પાકિસ્તાન હાર્યા બાદ ટીમની બોલિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૩૪૦ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડે ૪૯.૩ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અખ્તરે મુકાબલા બાદ ટ્‌વીટ કર્યું, ‘પાકિસ્તાન એકવાર ફરી ૩૦૦થી વધુ રનનો લક્ષ્ય બચાવી ન શકિયું.’ બોલરોએ ફરી નિરાશ કર્યાં.
પાકિસ્તાન તરફથી બાબર આઝમે શાનદાર ૧૧૫ રન ફટકાર્યા હતા. બોલિંગમાં મોહમ્મદ સરનૈન અને ઇમાન વસીમે બે-બે તથા જુનિદ ખાન, મલિક અને હસન અલીએ એક-એક વિકેટ ઝડપી હતી.
આ જીત બાદ ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY