જૂનાગઢમાં નશામાં ચકચૂર યુવાનોએ મનપાના નગરસેવક પર હુમલો કર્યો

0
8

જૂનાગઢ,તા.૨૮
જૂનાગઢમાં ગત મોડી રાત્રીના મહાનગરપાલિકાના નગરસેવક પર હુમલો થયો છે. ૧૦ થી ૧૨ શખ્સોએ ઝાંઝરડા ચોકડી પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વોર્ડ નંબર પાંચના નગરસેવક રાકેશ ધુલેશીયા રાત્રીના ઝાંઝરડા ચોકડી પર ગયા હતા. જ્યાં સલુનની દુકાનમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી ચાલતી હતી. જેમાંથી મોટાભાગના યુવકો દારૂના નશામાં ચકચૂર થઈને ઝઘડો કરતા હતા.
તે સમયે ત્યાં પહોંચેલા રાકેશ ધુલેશિયા પર તેમણે હુમલો કર્યો હતો. જે બાદ હુમલાખોર નાસી છુટ્યા હતા. અને પોલીસે એક પછી એક એણ બે શખ્સોને ઝડપી પાડ્યા. ઝાંઝરડા વિસ્તારમાં દારૂના નશામાં ખુલ્લેઆમ બર્થ-ડે પાર્ટીની ઉજવણી થતી હોય અને પોલીસને તે અંગેની જાણ ન હોય તે મુદ્દો ચર્ચાનો વિષય બની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY