ગિરનારનાં જટાશંકરમાં માનવ મહેરામણ ઉમટયું, ઝરણામાં સહેલાણીઓએ ન્હાવાની મજા માણી

0
11

જુનાગઢ,તા.૨૫
જૂનાગઢ ગિરનાર જંગલમાં આવેલ પ્રાચીન જટાશંકર મહાદેવની ગીરી કંદરા વચ્ચેની રમણીય જગ્યા કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં ખળખળ વહેતા ઝરણામાં સાતમ આઠમના તહેવારને લઇને લોકોની રોજ ભીડ જામે છે અને ન્હાવાનો આનંદ લીધો હતો. બે દિવસ દરમિયાન ૧ લાખથી વધુ પ્રવાસીઓ ગીરનારના જંગલમાં ઉમટી પડયા હતા અને જંગલની મજા માણી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ થયો હતો. વન વિભાગે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવો પડયો હતો.
માળીયાહાટીનાથી ત્રણ કિમી દૂર વડાલા ગામે મેઘલ નદી ઉપર નદીથી ૨૫થી ૩૦ ફૂટ ઉંચો ઘોઘમનો ધોધ આવેલો છે. કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો અહીં જોવા મળે છે. ઉપર ભાખરવડ ડેમમાં પાણી આવે એટલે આ ધોધમાં પાણીની આવક સારી છે. આથી આ ધોધ નીચે ન્વાહા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY