જુનાગઢ,તા.૨૮
જૂનાગઢમાં ભાજપ માટે શરમજનક કહી શકાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢનાં વોર્ડ નં. ૩ નાં ભાજપનાં બિનહરીફ થયેલા નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે એટલું જ નહીં, અબ્બાસ કુરેશીના પિતાને પણ જેલમાં મોકલાયા છે. પુત્ર અને પિતાને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.
જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગરસેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર અનેક ગુના નોંધાયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનાગઢનાં વોર્ડ નં. ૩ નાં ભાજપનાં બિનહરીફ થયેલા નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને એલસીબીએ પાસામાં પકડી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા. અબ્બાસે થોડા દિવસો પહેલાં પોલીસ પર હુમલો કર્યો તે વખતે તેમણે પીએસઆઇને તેમની જ્ઞાતિ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેનો વિડીયો પણ વાઇરલ થયો હતો. આ મામલે જૂનાગઢ શહેરમાં ભાજપની ભારે ટીકાઓ પણ થઇ હતી. આખરે પોલીસે તેના પર પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




