જુનાગઢ,તા.૪
જુનાગઢ શહેરના વંથલી રોડ પર કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ૭ મુસાફરોને ઈજા થતા તમામને સારવાર અર્થે જૂનાગઢ અને વંથલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વંથલી રોડ પર શુક્રવારે સવારે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરી રહેલા હૈદરાબાદના યાત્રિકોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એસ.ટી બસના ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર મુસાફરોને ઈર્જા થતા સારવાર અર્થે જૂનાગઢ અને વંથલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વંથલી પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



