એલઆરડીની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા પિતાએ કચેરીમાં જ મોતને વ્હાલું કર્યુ

0
21

જુનાગઢ,તા.૧૭
જૂનાગઢમાં સરકારી કર્મચારીએ કચેરીમાં જ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. મૃતક કર્મચારીએ આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠીમાં ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
મૃતકે પોતાના પુત્ર સાથે એલઆરડીની પરીક્ષામાં અન્યાય થવાના કારણે આ પગલું ભર્યું છે એમ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આપઘાત કરનાર શખ્સ સહાયક વિદ્યુત શાખાનો હતો. કર્મચારીના બન્ને પુત્રો એલઆરડીમાં પાસ થયા હતા. આ ઉપરાત મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા .તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, વનમંત્રી ગણપત વસાવા અને તેનો વિભાગ આપઘાત માટે જવાબદાર છે. આ સાથે તેમણે ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.
ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલા પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જોઈ ના શક્યો. મોઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ગદારો , ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY