ઉત્તરક્રિયામાં રક્તદાન શિબિર, પક્ષીઓના માળાનું વિતરણ કરાયું

0
21

સુરત,તા.૧૭
યોગીચોક વિસ્તારના પૂજન રેસીડેન્સી રહેતા વઘાસીયા પરિવારના ખીમજીભાઈ ધનજીભાઈ ઉંમર વર્ષ ૭૧નું અવસાન થતાં તેમની ઉત્તરક્રિયા નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ઉત્તરક્રિયામાં આવેલી તમામ બહેનોને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરથી સામાજિક સેવા પ્રવૃતિ અને પક્ષીઓના માળાના વિતરણથી પર્યાવરણ જાગૃતિ અને પક્ષી બચાવો અભિયાનને વેગ મળે તે હેતુથી ૩૦૦ માળાઓ અમદાવાદથી ખાસ મંગાવી અને આં પ્રસંગે વિતરણ કરાયા હતા.
સૌરાષ્ટ્રવાસી સમાજમાં લગભગ દરેક પ્રસંગોમાં જુદા-જુદા સેવા કાર્યો કરવાનો રિવાજ ધીમે ધીમે આવતો જાય છે. મૃતકના ભત્રીજા અને કોર્પોરેટર ભરતભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, પરિવારના વડીલના અવસાન પ્રસંગે એક નવી રીત અને સેવા કાર્યક્રમનું આયોજન કરીને લોકોને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે મૃતકના ૭૧ હોવાથી ૭૧ લોકોએ રક્તદાન કર્યું હતું. હાજર રહેલી તમામ બહેનોને પક્ષીઓના માળા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો અપાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રવાસી સમાજમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારે વૃક્ષારોપણ પર્યાવરણ જાગૃતિ વ્યસનમુક્તિ રક્તદાન શિબિર જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY