જુનાગઢ,તા.૨૯
જુનાગઢ સિંચાઈ વિભાગની સરાહનીય કામગીરીથી ૨૧ ગામોના ખેડૂતોને પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે.ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવા માટે પુરતું પાણી મળી રહેતા ગામલોકોમાં ભારે આનંદની લાગણી ફેલાય છે.
ચાલુવર્ષે ચોમાસામાં ખુબ ઓછા ડેમ ઓવરફલો થયા હતા. જેમાં બાદલપુર નજીક આવેલા ઓઝત-૨ ડેમ સૌથી પહેલા ઓવરફલો થયો હતો. જેની પાછળ સિંચાઈ વિભાગની સુઝ-બુઝ કામ આવી હતી. ચોમાસા પહેલા સિંચાઈ વિભાગે રૂફ લેવલ ગાંધીનગર આપવાનું હોય છે. જેમાં ચોમાસામાં જૂનાગઢ સિંચાઈએ રૂફ લેવલ વધારો કરી આપ્યું હતું. પરિણામે પ્રથમ વરસાદમાં ૫૦ ટકા ડેમ ભરાઇ ગયો હતો અને સૌથી પહેલા ડેમ ઓવરફલો થયો હતો.
સૌરાષ્ટÙનાં જુજ ડેમો માનો એક ઓઝત-૨ ડેમ સૌથી પહેલા ઓવરફલો થયો હતો. રૂફ લેવલમાં એક મિટરનો વધારો કરી આપ્યો હતો જેના કારણે પ્રથમ વરસાદે જ ૫૦ ટકા ડેમ ભરાઇ ગયો હતો. તેમજ હાલ ડેમમાં ૫૮.૧૦ ટકા પાણી છે. જેમાંથી ઓઝત-૨ જુથ યોજના હેઠળ ૩૪૫ ગામ અને ૯ સિટીને પીવાનુંપાણી ચોમાસા સુધી ચાલશે.
બીજી તરફ જિલ્લાનાં અનેક ડેમો ખાલી થવાનાં આરે છે ત્યારે ઓઝત-૨ ડેમમાં પાણીનો પુરતો જથ્થો છે. જેમાંથી ૮૬૯ હેક્ટરમાં ડેમનો ઘેરાવ છે અને હાલ ૨૧ એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.હાલ ૧૬૦૦ હેક્ટરમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જેથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


