હોસ્પિટલે સ્ટ્રેચર આપવાની મનાઈ કરતા દર્દીને બેડશીટ પર ખેંચીને લઈ ગયા પરિવારજનો

0
168
મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલના ઉદ્ધત વર્તનનો કિસ્સો સામે આવ્યો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારી હોસ્પિટલની વરવી વાસ્તવિક્તા સામે આવી

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કેશંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલની કુવ્યવસ્થાની ઘટના સામે આવી છે. અહીં એક દર્દીને બેટશીટથી ખેંચતા દરવાજા સુધી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલ વહીવટીતંત્રએ મહિલા દર્દીની સારવાર બાદ ગેટ પર ઉભેલા વાહન સુધી પહોંચવા માટે સ્ટ્રેચર આપવાની મનાઈ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલાના પગમાં પટ્ટી બાંધી છે અને કેટલાક લોકો તેને બેડશીટની મદદથી ખેંચીને દરવાજા તરફ લઈ જઈ રહ્યા છે. આ ઘટના ગુરુવારની છે. જ્યારે દર્દીને તેના પરિવારજનો બેડશીટની મદદથી લઈ જઈ રહ્યા હતા તો ત્યાં હાજર કોઈએ આ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY