તાલાલાનાં જંગલ માં ૮ દિવસમાં ચંદન નાં કિંમતી ૪૮ વૃક્ષ કપાયા
તાલાલા પંથક ના જંગલ માં છેલ્લા ૮દિવસ માં ચંદન ના ૪૮ કિંમતી વૃક્ષોનું કટીંગ થતા વનતંત્ર ચોકી ઉઠ્યું છે.આ અંગે અજાણ્યાં શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો છે.જંગલ ની ઝાડીમાં છપાયેલા ચંદન ના ૨૫ વૃક્ષોના કપાયેલા લાકડા વનતંત્ર એ કબ્જે કર્યા છે.ચંદન ચોર ટોળકીને પકડવા ૪૦ કર્મીઓ દ્વારા પાંચ મોબાઈલ વાહનો સાથે રાખી પેટ્રોલિંગ શરૂ કરાયું છે.
ચોકી ઉઠેલા વનતંત્ર દ્વારા ચંદનચોર ટોળકીએ જંગલની ઝાડીમાં છુપાયેલા ચંદન ના ૨૫ જેટલા વૃક્ષો ના કપાયેલા લાકડા કરાયા કબ્જે.
તાલાલા પંથક માં હડમતીયા ગીર વિસ્તાર માં જંગલમાંથી છેલ્લા આઠ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ થી કુલ ૪૮ ચંદન ના વૃક્ષો નું કટીંગ થતા વન વિભાગ ચોકી ઉઠ્યું છે.જંગલ માંથી ચંદન ના કિંમતી વૃક્ષો નું કટીંગ કરનાર શખ્સો ને ઝડપી લેવા તાલાલા બામણાસા-સાસણ ગીર અને બાબરીયા એમ આર રેન્જનો કુલ ૪૦ કર્મચારીનો સ્ટાફ દિવસ રાત કામે લાગ્યો છે.તાલાલા પંથક માં જંગલ ની ફરતે પાંચ મોબાઈલ વાન સાથે ફરતું પેટ્રોલિંગ થઈ રહ્યું છે.વન વિભાગ ના સ્ટાફે ચંદન ચોર ટોળકી એ જંગલની ઝાડીમાં છુપાવેલ ૨૫ જેટલા ચંદન ના વૃક્ષો ના કટીંગ થયેલ લાકડા કબ્જે કર્યા હતા.
જંગલ માંથી ૪૮કિંમતી ચંદન ના વૃક્ષોનું કટીંગ કરનાર અજાણ્યા શખ્સો સામે તાલાલા રેન્જમાં ગુન્હો દાખલ કરી ચંદન ચોર ટુકડી ને ઝડપી લેવા જંગલ ખાતું દનિષ્ઠ પેટ્રોલિંગ સાથે કાર્યવાહી શરૂ કરી હોવાનું તાલાલા આર.એફ.ઓ. દિપક અગ્રાવતે જણાવ્યું હતું ચંદન માં વૃક્ષોનું કટીંગ કરનાર ટુકડી પરપાંત ની હોવાની શંકા વ્યક્ત કરી હતી..
રિપોર્ટર.
અખલાક એહમદ ભાભા
જૂનાગઢ જિલ્લો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


