ઝગડીયા જી આઈ ડી સી ના પ્લોટ ન. 38/11 મા આવેલ અને NCT ના કાયદેસર ના મેમ્બર એવી પ્રહરિત પીગમેન્ટ નામની કંપની માંથી ગેરકાયદેસર પાઇપ જોડાણ કરી ખુલ્લા માં નિકાલ કરતા હોવા થી ગામ લોકો એ જીપીસીબી ને બોલાવી ઘટના ને રંગે હાથ ઝડપી પાડી હતી, અને આ બાબતે સંચાલકો સાથે ગામલોકો ની ઉગ્ર રજૂઆતો થઈ હતી અને તે પછી સંચાલક ને મારી નાખવાની ધમકી બાબત ની ફરિયાદ સંચાલકો તરફથી સરપંચો , ડે. સરપંચ અને અન્ય ( કુલ 6 ) વિરુદ્ધ થઈ છે. સરપંચો અને તલાટી તરફ થી પણ મહિલા તલાટી સાથે અસભ્ય વર્તન અને જાતી વિષયક અપશબ્દો બાબતે અરજી થઈ છે જે હાલ સુધી પોલીસ પાસે વિચારાધીન છે. જેમાં કાર્યવાહી થઈ નથી તે બાબતે ગામ લોકો માં તીવ્ર અસંતોષ અને ભેદભાવ ભર્યા વર્તન ની લાગણી જન્મી છે
હાલ પોલીસ રાજકીય દબાણ માં કામ કરી રહી હોવા નું ચર્ચાય છે. હવે જોવાનું એ કે પ્રથમ ઘટના કે જેમાં ગુનાહિત કૃત્ય દ્વારા પર્યાવરણને ગંભીર નુકશાન કરાયું છે તેમા જીપીસીબી દ્વારા શુ પગલાં લેવાય છે? અહીંયા રાજકીય દબાણ ને જીપીસીબી દ્વારા અવગણી ને નિષ્પક્ષતા થી કાર્યવાહી થાય એવી પ્રજા ને અપેક્ષા છે
અત્રે યાદ આપવું જરૂરી છે કે આ ગુનાહિત કૃત્ય કરી પર્યાવરણને નુકશાન કરનારાઓ એ ભૂતકાળ માં જીપીસીબી ના અધિકારીને પણ કાયદાકીય આવા જ દાવપેચ પેચ ની રમત રમી હેરાન કર્યા હતા.
સલીમ પટેલ 9427132246
પ્રકૃતિ સુરક્ષા મંડળ.અંકલેશ્વર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





