જૂનાગઢ,તા.૧૭
પુલવામાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવા દેશવાસીઓની માંગણી છે. ત્યારે જૂનાગઢના વેપારી યુવાને પગમાં પગરખાં ન પહેરવાની માનતા રાખી છે.
જૂનાગઢના બિયારણના આ યુવાન વેપારી છે. આપને નવાઇ થશે કે આવડો મોટો વેપારી એ પણ ઉઘાડ પગે. તો અમે આપને જણાવી દઈ એ કે આ યુવાનનું નામ ખીમજીભાઈ રામ છે. જેને માનતા રાખી છે કે પુલવામાં શહિદ થયેલા જવાનોનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉઘાડ પગે ફરવાની ટેક લીધી છે.
દેશના વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે ૪૮ કલાક કરતા પણ વધારે સમય વીતી ગયો છે. તેમ છતાં રાજ નેતાઓ માત્ર વાતો જ કરી રહ્યાં છે.
આ પ્રકારની માંગણી સાથે આ યુવાન વેપારીએ રાજ નેતાઓને આડે હાથ લીધા છે. અને જણાવ્યું છે કે શહીદોના પરિવારને આશ્વાસન આપી પાકિસ્તાનને જડ મૂળમાંથી ઉખાડી ફેંકવા યુદ્ધ જરૂરી છે. તેમજ સરકાર જ્યા સુધી આ કૃત્ય કરનારા આતંકવાદીઓનો સફાયો નહી કરે ત્યાં સુધી પોતે પગમાં ચપલ કે બુટ પહેરશે નહીં તેવી પ્રતિજ્ઞા લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


