મિની કુંભનો પ્રારંભઃ એસટીની વધારાની બસો અને ત્રણ ટ્રેનો દોડાવાશે

0
6

જુનાગઢ,તા.૨૭
જૂનાગઢના ગિરનારની તળેટીમાં મિની કુંભમેળાનો પ્રારંભ થયો છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ઉપસ્થિત રહેશે. આ મેળાને મિની કુંભ જાહેર કરાયો છે. લાખો ભક્તો આ મેળામાં આવી પહોંચશે, તેના માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન અને એસટીની પ૦ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.
ગિરનારના સાંનિધ્યમાં આવેલા ભવનાથ પાસેના ભારતી આશ્રમમાં પ૦ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે, જેની પૂજા-અર્ચના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સંપન્ન થયા બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયુ.
દેશભરમાંથી આવેલા નાગા બાવાઓનાં ઉતારા મંડળ ધમધમતાં થયા. મીની કુંભમેળામાં ૩ દિવસ સંત સંમેલનનું અને ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે. દેશ-વિદેશ અને ભારતમાંથી પણ અનેક ભક્ત ભાગ લેશે. પ્રખ્યાત સૌરાષ્ટ્રના ગિરનારની ગોદમાં આવેલા ‘સતાધાર ધામ-આપા ગીગાની જગ્યા’ અને ‘આપા ગીગાનો ઓટલો-ચોટીલા’ દ્વારા મેળામાં મહાશિવરાત્રીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ દરેક અખાડાના સાધુ-સંતો-મહંતો તેમજ નાની-મોટી દરેક જગ્યાના સંતો-મહંતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY