મુંબઈ,તા.૧૯
ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્ટના ઓડિટની ડેડલાઇન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કંપનીઓ માટે તેની પૂર્તતા કરવી મુશ્કેલ બનતી જાય છે. કેટલીય કંપની અને બેન્કોને દહેશત છે કે તેઓ તમામ રાજ્યો માટે અલગ ઓડિટનું વર્ષના અંત સુધી પાલન નહીં કરી શકે, કારણ કે તેઓ રાજ્યવાર રિટર્નની સાથે પોતાના ફાઇનાન્શિયલ રિઝલ્ટ તૈયાર કરતી નથી.
મોટા ભાગની કંપનીઓની માગણી છે કે સરકાર જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૯ સી રિટર્ન દાખલ કરવાની ડેડલાઇન લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૧૯ કરે.
ટેક્સ રિટર્ન જુલાઇ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ સુધીની સમયમર્યાદામાં ભરવાનું હોય છે. દેશમાં ઓછામાં ઓછા રૂ. બે કરોડની વાર્ષિક આવક ધરાવતી તમામ કંપનીઓએ તેનું પાલન કરવાનું હોય છે, પરંતુ ઘણા કિસ્સામાં સ્ટેચ્યુટરી ઓડિટર્સ દ્વારા હજુ સુધી ફાઇનાન્શિયલ રિઝલ્ટ તૈયાર કરાયાં નથી અને તેના કારણે જીએસટી ફ્રેમવર્ક અનુસાર પ્રત્યેક રાજ્યમાં રિટર્ન ભર્યા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં. એવી દહેશત છે કે જે કંપનીઓ ૩૧ ડિસેમ્બર સુધી રિટર્ન ભરવાની ડેડલાઇન ચૂકી જશે તેના સ્ક્રૂટિની ટેક્સ અધિકારી પહેલા કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



