સવારે ૮ કલાકે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન
સુરત, તા.૨૭
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક સવારે ૧૦.૦૦ કલાકે સરદાર સ્મારક શાહીબાગ, ત્યારબાદ બપોરે ૧ કલાકે જન સંકલ્પ રેલીનું આયોજન ત્રિમંદિર, અડાલજ ખાતે તા.૨૮-૨-૨૦૧૯ને ગુરૂવારે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જે અનુસંધાને તા.૨૬-૨-૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ કલાકે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ બાબુભાઈ રાયકા અને વિપક્ષી નેતા પ્રફુલ્લભાઈ તોગડિયાના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન ઈશ્વર ફાર્મ, કેનાલ રોડ, સુરત ખાતે કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીના અગત્યના મહાનુભાવો સભ્ય તા.૨૮-૨-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાક સુધી એરપોર્ટ આગમન રહેશે. શહીદ સ્મારક જુની સર્કિટ હાઉસ સામે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના મહાનુભાવો શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યારબાદ ગાંધી આસ્રમ, સાબરમતી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન સવારે ૯ કલાકે કરવામાં આવેલ છે. સરદાર સ્મારક શાહીબાગ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સવારે ૧૦ કલાકે મળશે અને અંતમાં ત્રિમંદિર, અડાલજ ખાતેના વિશાલ મેદાનમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીને બપોરે ૧ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના સંબોધન કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



