આરબીઆઈ
મુંબઈ,તા.૭
છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર મળી રહ્યા છે કે RBI અને સરકાર વચ્ચે મતભેદ વધી રહ્યા છે. રિઝર્વ બેન્ક સરકારને ડિવીડન્ડ આપવા તૈયાર છે. એજન્સીએ જણાવ્યા અનુસાર RBI માર્ચ સુધીમાં તો સરકારને ૪.૩૨ બિલિયન ડાલરથી ૫.૮ બિલિયન ડાલરની સહાયતા આપી શકે છે.
સરકાર લાંબા સમયથી ડિવીડન્ડની માંગ કરી રહ્યા છે. આશા છે કે આ રકમ ફિક્સલ ડેફિસેટની ખાઈને ઓછી કરશે. રિપોર્ટ અનુસાર ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો છે. જેના કારણે સરકાર સતત ડિવીડન્ડની માંગ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ૧૦ ડિસેમ્બરે ઉર્જીત પટેલે RBIના ગવર્નર પદથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ શકિતકાંત દાસને નવા ગવર્નર પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યા પછી નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ પર RBI અને સરકાર વચ્ચે મતભેદ છે. તેનો મતલબ એ નથી કે સંસ્થાનોને કમજોર કરી ન શકાય.
જણાવી દઈએ કે વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસે રિઝર્વ મનીને લઈને પેનલનું ગઠન કર્યુ હતુ. પેનલ આ વાત પર વિચાર વિમર્શ કરી રહી છે કે RBI પાસે કેટલુ રિઝર્વ ભંડોળ હોવુ જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





