જુનાગઢ,તા.૨૬
જુનાગઢના એક પ્રોજેક્ટના મુદ્દે પૂર્વ સચિવ અને આરટીઆઇ એક્ટીવીસ્ટ વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. જે સાથે ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ વિભાગના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી રહી છે. એક પ્રોજેક્ટ વિશે આરટીઆઇ એક્ટીવીસ્ટ કિશોર નથવાણીએ પૂર્વ સચિવને અનિલ પટેલ સાથે વાત કરી હતી. આ બંનેની વાતચીતના અંશોની કથિત ઓડિયો કિલપ સોશિયલ મીડિયામાં ફરી રહી છે.
ઓડિયો ક્લીપમાં એવો ખુલાસો કરાયો છે કે, તેઓ જ્યારે સચિવ હતા તે વેળાએ પાવાગઢ પ્રોજેક્ટની રકમ ૭૮ કરોડ નક્કી થઇ હતી પણ અચાનક તેઓની બદલી બાદ પ્રોજેક્ટની રકમ વધારી સવાસો કરોડ કરી દેવાઇ હતી. આ કથિત અવાજ પૂર્વ સચિવનો છે તેની પુષ્ટિ જીએનએસ કરતું નથી પણ આ ઓડિયો ક્લીપની વાતચીતથી બોર્ડના વહીવટ ઉપર પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.
આ અંગે આરટીઆઈ એકિટવિસ્ટ કિશોર નથવાણીનું કહેવું છે કે પાવાગઢ યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલના પિતા કિસ્મતરાય પટેલના નામથી કોન્ટ્રાકટ લેવામાં આવ્યો છે. આ પૂર્વઆયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. એસીબીના વડા કેશવકુમારને બે દિવસ પહેલા લેખિતમાં જાણ કરવામાં આવી. આર એન બી સ્ટેટ પંચમહાલ ગોધરાના કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટની સંડોવણી પણ બહાર આવી છે.
જ્યારે આ વિવાદમાં યાત્રાધામ પ્રધાન દિલીપ ઠાકોરે ખુલાસો કરતા કહ્યું છે કે, ‘આ કામ માટે ૫૨ કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. બાકી લોકફાળામાંથી ફંડ એકત્રીત કરવામાં આવશે. આ બધા આક્ષેપો પર તપાસ કરવામાં આવશે.’
આ ઓડિયો ક્લીપ હાલમાં સરકારના એક બોર્ડમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અધિકારીના નામે સોશિયલ મીડિયામાં ફરી રહી છે જેની સાથે ટૂંકુ લખાણ પણ છે જાકે, આ બંને તરફથી થતાં સંવાદમાં આરટીઆઇ એક્ટીવીસ્ટ તરીકે પોતાની ઓળખાણ આપી એક વ્યકિત પૂર્વ સચિનને ફરિયાદ કરે છે કે, પાવાગઢના સવાસો કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે જેથી તેઓએ પગલાં લેવા જાઇએ તેવામાં સચિવ પોતાની બે વર્ષ પહેલાં બદલી થઇ ગઇ હોવાનું રટણ કરે છે પછી ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પોલ ખોલી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



