સુરત,તા.૨૬
સુરતના કાપોદ્રામાં કારગીલ ચોક ખાતે આવેલી સાધના નિકેતન શાળાની રાજસ્થાનના પ્રવાસે ગયેલી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષક અને ટ્રસ્ટીએ મારપીટ કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. જાકે, આ ઘટનામાં શાળાના ટ્રસ્ટી ગીરિશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારના રોજ સુરતના કાપોદ્રાની શાળાના ધા.૮થી ૧૧ના વિદ્યાર્થીઓ ચાર દિવસના રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. શાળાની ત્રણ બસમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ પ્રવાસનો આરંભ કર્યો હતો. જાકે, પ્રવાસ દરમિયાન શાળાના ટ્રસ્ટી અને શિક્ષક એવા ગિરીશ મકવાઆણે હેવાનિયતની હદ વટાવી દીધી હતી. જેના પગલે વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
પ્રવાસમાં વિદ્યાર્થીઓને આરામ આપ્યા વિના જ મોડી રાત સુધી ફરવા લઇ જવાથી માંડીને નાસ્તો આપવામાં અખાડા, ભૂખ્યા રાખીને એલફેલ શબ્દો બોલવાનું અને વિદ્યાર્થીની સાથે મારપીટ કરવા સુધીની નાલાયકી કરાઇ હતી. જેના પ્રત્યાઘાત સ્વરૂપે મંગળવારે સવારે સુરત આવેલા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
વાલી અને વિદ્યાર્થીઓનનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હોય શાળામાં બારીનાકાચ તોડી હલ્લો કરાયો હતો. દરમિયાન કાપોદ્રા પોલીસ તુરંત દોડી આવી હતી. બીજ તરફ ગિરીશ મકવાણા સહિતના ટ્રસ્ટી-શાળા સંચાલકો રફૂચક્કર થઇ ગયા હતા. તેમ છતાં શાળાએ દોઢ કલાકસુધી હોબાળો ચાલ્યો હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે શાળામાં ભણતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીએ જેસલમેર પહોંચેલા વિદ્યાર્થીઓને કોઇ આરામ વિના ફરવા લઇ જવાયા હતા.અને રાત્રિએ કલ્ચરલ પ્રોગ્રામ બાદ મોડી રાત્રિએ ૧ વાગ્યે જમવાનું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્યવસ્થાનો અભાવ જાવા મળ્યો હતો. જેના આધારે કાપોદ્રા અને શિક્ષક એવા ગિરીશ મકવાણા સામે મારપીડ-ધાકધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



