કબીરની મજાર પર ટોપી પહેરવા યોગીનો ઇન્કાર

0
25

મગહર, તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંતકબીરનગરમાં પહોંચ્યા હતા. મોદી ત્યાં પહોંચે તે પહેલા બુધવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા. તેઓ કબીરની મજાર ઉપર વ્યવસ્થા જાવા માટે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ પહેરવા માટે આપવામાં આવેલી ટોપી Âસ્વકારવાનો ઇન્કાર કર્યો હતો. ટોપી પહેરવાનો યોગીએ ઇન્કાર કરતા તમામનું ધ્યાન ખેંચાયું હતું. યોગીના આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મોદીના મગહર પહોંચતા પહેલા યોગી આદિત્યનાથ તૈયારીઓની સમીક્ષા માટે પહોંચ્યા હતા. યોગી સાંજે કબીરની મજાર ઉપર પહોંચ્યા હતા. મજારની અંદર પ્રવેશ કરતાની સાથે જ મજારના લોકોએ તેમને તરત જ ટોપી ઉઠાવીને આપી હતી. ત્યાંના લોકોએ યોગીના માથા ઉપર પહેરાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ યોગીએ ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. પહેલા
એવું લાગ્યું હતું કે, યોગી તેમના હાથથી ટોપી પહેરશે નહીં. ત્યારબાદ યોગીને હાથમાં ટોપી આપી દેવામાં આવી હતી પરંતુ યોગીએ ટોપી પહેરી ન હતી. બે વખત યોગીને ટોપી પહેરાવવાના પ્રયાસ થયા હતા પરંતુ યોગીએ બંને વખત ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ત્યાંના લોકો સમજી ગયા હતા કે, યોગી ટોપી પહેરવા માટે ઇચ્છુક નથી. યોગી માટે ખાસ ભગવા રંગની ટોપી મંગાવવામાં આવી હતી પરંતુ તેને પણ પહેરવાનો ઇન્કાર કર્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY