તા.૨૩’મીના રાષ્ટ્ર પર્વે ૧૦૦ ટકા મતદાન કરો : બાબુભાઈ ગુજરાતી
સુરત, તા.૨૦
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાત અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક લોકોને વિનંતી કરે છે કે ગુજરાતમાં દેશની લોકસભાની ચૂંટણીનું મતદાન તા.૨૩-૪-૨૦૧૯ને મંગળવારના રોજ સવારે ૭.૦૦ થી ૬.૦૦ રાખવામાં આવેલ છે અને આ દિવસને સૌ રાષ્ટ્રપર્વ સમજી ૧૦૦ ટકા મતદાન કરે તેવી સુરત ડાયમંડ એસોસિએશનના હોદેદારો તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વેપારીઓ તથા મેન્યુફેક્ચર્સ પોતાના કારખાનાનો સમય અનુકૂળ કરી રત્નકલાકારો આ પર્વનો લાભ લઈ શકે તે માટે આ દિવસે રજા રાખે તેવી નમ્ર અરજ કરીએ છીએ.
આપણે જન્માષ્ટમી, નવરાત્રિ, હોળી, ઉત્તરાયણ વગેરે પર્વ ઉત્સાહથી મનાવીએ છીએ તેમ આ રાષ્ટ્રપર્વને સમજી દરેક વડીલો, ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી મિત્રો અને રત્નકલાકારો વધારેમાં વધારે માત્રામાં મતદાન કરે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



