એસઓજી પોલીસે બાતમીના આધારે ચોરને પકડી પાડ્યો
કડોદરા, તા. ૧૩
વરેલી ગામની સીમમાંથી બાતમીના આધારેઅ સઓજી અને એલસીબી પોલીસ સ્ટાફે ચોરીના મોબાઈલ ફોન વેચવા નીકળેલા એક ચોર ઈસમની ધરપકડ કરી ૧૧ મોબાઈલ ફોન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એસઓજીના શૈલેષભાઈ માનસિંગભાઈ હે.કો. જયેશભાઈ પરભુભાઈ પો.કો. ભાવિકભાઈ ડાહાભાઈ, જગદીશભાઈ આબાભાઈ તથા એલસીબીના પો.કો. જીગરભાઈ દિનેશભાઈ પોલીસ સ્ટાફ સાથે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કેએક ઈસમ ચોરી કરી મેળવેલા મોબાઈલો સાથે વરેલી બસ સ્ટેન્ડ પાસે આવનાર છેજે કથ્થઈ કલરનો શર્ટ પહેરેલછે જે બાતમીના આધારે પોલીસ વરેલીમાં વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાન વર્ણનવાળો ઈસમ આવતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી ૧ મોબાઈલ ફોનો મળો આવ્યા હતા. પોલીસેતેની પાસે બીલ માગતા બીલ ન હોવાનું અને આ મોબાઈલ ફોનો ચોરીના હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં પોતાનું નામ દેવા માલાજી નટ (મારવાડી) ઉ.વ. ૩૫ મૂળ વતની રાજસ્થાન અને ડીંડોલી કંજરવાડ સંતોષીનગર સુરત ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું આ મોબાઈલ ફોનો કડોદરાï, ઉધના, લીંબાયત વિસ્તારમાંથી ચોરી કરેલા અને તે મોબાઈલ ફોનો વેચવા માટે કડોદરા તરફ જતો હોવાની કબૂલાત આપી છે પોલીસે તેની પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૧૧ તેની કિ. રૂ. ૬૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


