કડોદરા, તા. ૧૩
ચલથાણ ગામની સીમમાં હાઈવે પર એક વાહન ચાલકે પોતાનું વાહન બેફામ હકારી વાહન પલટી ખાઈ જતા વાહનમાં સવાર ઈજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યુંહતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શિવમ પાર્ક જીઈબી ગોડાઉનની બાજુમાંનારોલ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રેશભાઈ રામકિશન ઉ.વ. ૩૦ અને નિરંજનભાઈ બાબુલાલ હિગુ ઉ.વ. ૬૦ તેઓ અમદાવાદ ખાતે કર્ણાવતી ૩ મિલત નગરમાં રહેતા સમીરભાઈ હસમુખભાઈ શાહ સાથે તેમના વાહન મહિન્દ્રા ટીયુવી ૩૦૦ને જીજે-૦૧-એચઝેડ-૧૨૩૩માં સવાર થઈ મુંબઈ તરફ જતા હતા ત્યારે ચલથાણ ગામની સીમમાં હાઈવે પરથી પસાર થતી વખતે વાહન ચાલક સમીરભાઈ શાહે વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી વાહન રોડ પર ડિવાઈઝર સાથે અથડાતા વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં નિરંજનભાઈ બાલુભાઈ હિગુ ઉ.વ. ૬૦ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તેમને નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોતની નીપજ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


