બેલ્જીયમ ટાવરની ઈટાલિયા એક્સપોર્ટ પેઢી સાથે છેતરપિંડી
સુરત, તા. ૧૩
દિલ્હીગેટ સ્થિત બેલ્જિયમ ટાયરમાં આવેલ ઈટાલિયા એક્ષ્પોર્ટસ નામની હિરાની પેઢીનો મેનેજર રૂપિયા ૨૯.૬૦ લાખના કાચા રફ હિરા ઓફિસમાંથી સગેવગે કરી દઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ હંસ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ શામજીભાઈ ઈટાલિયાની રિંગરોડ બેલ્જીયમ ટાવર ખાતે ઈટાલિયા એક્ષ્પોર્ટર્સ નામની હિસાબી પેઢી ધરાવે છે. આ પેઢીમાં આરોપી જયેશ બોધરા ક્લિનીંગ વિભાગના મેનેજર તરીકે કામ કરતો હતો આરોપીઓ કટીંગ માટેઆવેલા હિરા ટુકડે-ટુકડે સગેવગે કરી લીધા હતા. કુલ્લે રૂપિયા ૨૯.૬૦ લાખની કિંમતના હિરા આરોપી લઈ જઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી પો.ઈ. પી.એ. આર્યએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



