પ્રથમ વરસાદે પાણી ના નિકાલ માટે જગ્યા ન મળતા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
રાજપીપળા : રાજપીપલા ને અડીને આવેલા વડીયા ગામે સોસાયટીઓ બની જતા પાણીના નિકાલ માટે એક માત્ર કાંસ છે અને જો એની સફાઈ ના કરી તો પાણીનું વહેણ આગળ ના વધે એટલે વડીયા ગામાના સરપંચ મહેશ રજવાડી અને તલાટી દેવેન્દ્ર જોષી ની સૂચનાથી ગામના મુખ્ય માર્ગ ની આજુ બાજુ જેસીબી થી ખોદી ગટર લાઈન કરી કરજણ કોલોની પાછળ ની કાંસ ની પણ સફાઈ કરી હતી. જેમાં પંચાયત સભ્ય અને યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખ ચંદ્રકાન્ત પરમાર, વિરેન્દ્રસિંહ સુણવા સહીત સભ્યો હાજર રહી આ ગટર લાઈન સાફ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડીયા ગામનું વરસાદી પાણી કરજણ કોલોની પાસેથી નીકળે છે, પરંતુ આ કાંસ પર હાલ કોર્ટ સંકુલ બનાવી દેવામાં આવ્યું છે અને ગામની કાંસ દબાવી દીધી છે, ત્યારે વરસાદની સીઝન શરૂ થઈ છે અને હજુ બે ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે.પરંતુ જો વધુ વરસાદ પડે અને પાણીને નીકળવાની જગ્યા n મળી ત્યારે વડિયા ગામમાં કે સોસાયટીઓ માં પાણી ભરાશે પરંતુ હાલ તો પ્રિમોન્સુન કામગીરી ના ભાગ રૂપે વડીયા ગ્રામ પંચાયત કામ કરી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




