નર્મદા કલેક્ટરાલય માંજ સુવિધા અને સ્વછતા ના નાામે મીંડું… !!

0
308

મોદીજી ના સ્વછતા અભિયાન ના ધજાગરા…?! સુવિધાના ના ખસ્તા હાલ

વારંવાર રીપેરીંગ કે નવા ખર્ચા કરવા છતાં સુવિધાના નામે મીંડું તો શું રીપેરીંગના નામે કટકી કરવાનો પ્રયાસ

રાજપીપળા: નર્મદા જિલ્લાની રાજપીપલા ખાતે આવેલી જિલ્લા કલેક્ટર બિલ્ડીંગમાં વિવિધ વિભાગની કચેરીઓ આવેલી છે. આ કચેરીઓના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત જિલ્લા ની પ્રજા અનેક કામ-કારણોસર જિલ્લા સેવા સદનની કચેરીમાં આવતી હોય છે.ત્યારે સ્ટાફ અને લોકો માટે કલેક્ટર બિલ્ડીંગમાં આર.ઓ. પાણીનાં કુલર છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બંધ હાલતમાં છે તેથી અનેક લોકો હેરાન થાય છે. આ ઉપરાંત ક્યાંક નળ છે તો પાણી ના આવે કે ક્યાંક નળના કનેક્શન પણ નાખેલા નથી. ક્યાંક બગડી ગયેલા નળ હોય ત્યાં પાણીનો વેડફાડ પણ ખૂબ થાય છે. મૂત્રાલયમાં હાથ-મો ધોવાની પણ કોઇ પ્રકારની સુવિધા નથી તેમજ મૂત્રાલયની સાફ-સફાઇ સારી રીતે યોગ્ય સમયસર કરવામાં આવતી નથી અને તેની સાથો સાથ કચેરીની સાફ-સફાઇ પણ સમયસર કરવામાં આવતી નથી એવી ફરિયાદ સાંભળવા મળી છે તો ખુદ જિલ્લા ના વડા ની બિલ્ડીંગ માં આવી તકલીફ દૂર ન થતી હોય તો અન્ય કચેરીઓ માં શું હાલત હશે…? આ તમામ બાબતે નું ધ્યાન કોણ રાખે છે…? નર્મદા કલેક્ટર આ બાબતે કડક બનશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY