જો અજહરને લઇને નિર્ણય બદલી શકાય તો મારા માટે કેમ નહિ..?!! : શ્રીસંત

0
9

ન્યુ દિલ્હી,તા.૮
પ્રતિબંધિત ક્રિકેટ ખેલાડી એસ શ્રીસંતે શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં તેના પર લગાવામાં આવેલો આજીવન પ્રતિબંધનો નિર્ણયએ બહું કોઠોર નિર્ણય છે. તેનું કહેવું છે,કે તેની પાસે અંગ્રેજી કાઉન્ટીમાં મેચ રમવાનો પ્રસ્તાવ છે. શ્રીસંતનું કહેવું છે, કે અત્યાર સુધી તે ચાર વર્ષથી આ પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. જ્યારે ૨૦૧૩માં સ્પોટ્‌ર્સ ફિક્સિંગના કેસમાં ૨૦૧૫માં દિલ્હીની એક કોર્ટ દ્વારા તેને નિર્દોશ જાહેર કરવામાં આવ્યો છે.
શ્રીસંતે કહ્યું કે જ્યારે ૨૦૦૦માં મેચ ફિક્સિંગના પ્રકરણમાં સામેલ થવાને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ક્રિકેટરથી રાજનેતા બનેલા મોહમ્મદ અજહરૂદ્દીનના મામલે તેને બદલી શકવામાં આવ્યો છે. તો તેના પર સગાવામાં આવેલો પ્રતિબંધ કેમ ન હટાવી શકાય, આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે આઠ નવેમ્બર,૨૦૧૨ પોતાના નિર્ણયમાં કહ્યું કે અજરૂદ્દીન પર લાગેલો આજીવન પ્રતિબંધનો આરોપ કાયદાની વિરૂદ્ધ કહીને કહ્યું કે, કાયદાના વિવેચનમાં આ કિયાય પણ ટકી શકે તેમ નથી.
ન્યાયમૂર્તિ આશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીએ પીઠ દ્વારા આ તથ્ય પર ધ્યાન આપ્યું કે, નીચલી અદાલતના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં બાકી અપીલ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સુનાવણી માટે સૂચિબદ્ધ છે. પીઠને શ્રીસંતની અરજી પર સુનાવણી સ્થગિત કરતા કહ્યું કે, ‘અમે આ મામલે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરવામાં આવશે’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY