સલમાન કસરતનાં સાધનોની બ્રાન્ડ લોન્ચ કરશે

0
8

મુંબઈ,તા.૧૨
સુપર સ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં કસરતનાં સાધનોની પોતાની આગવી બ્રાન્ડ લોંચ કરશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ વસ્ત્રો, ઝવેરાત અને સાઇકલની બ્રાન્ડ સ્થાપી ચૂક્યો છે.
હાલ અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહેલો સલમાન ખાન પેતે પણ વ્યાયામનો બંધાણી છે એમ કહી શકાય. એ મુંબઇમાં પોતાના ઘરે હોય કે વિદેશમાં લોકેશન શૂટિંગમાં બીઝી હોય, એ વર્ક આઉટ કરવાનું ચૂકતો નથી. એના ઘરની નજીક એની પોતાની વિશિષ્ટ જીમ છે અને ત્યાં રોજ દોઢ બે કલાક એ વર્ક આઉટ કરતો હોય છે. જાધપુરની જેલમાં હતો ત્યારે પણ એણએ વર્ક આઉટ કર્યું હતું જેની પોલીસ તંત્રે પણ નોંધ લીધી હતી.
ઉપરાંત જેવો અને જ્યાં ફી થાય કે તરત એ સાઇક્લીંગ કરવા માંડે છે. પોતાની ફિટનેસ બાબતમાં એ ખૂબ સભાન છે. સાથી કલાકારોને પણ એ સતત વર્ક આઉટ કરવા પ્રેરતો રહ્યો છે.
આજના ટીનેજર્સમાં વ્યાયામ પ્રત્યે આકર્ષણ પ્રગટાવવાના પોતાના પ્રયાસ રૃપે એણે જિમ ઇક્વીપમેન્ટની પોતાની આગવી બ્રાન્ડ શરૃ કરવાનો નિર્ણય કર્યો હતો એમ એની નિકટનાં સાધનોએ કહ્યું હતું. આ માટે એણે ભારતીય કંપની જેરાઇ ફિટનેસનાં ૧૦૦ ટકા રાઇટ્‌સ ખરીદી લીધાં હતાં એમ આ સૂત્રે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY