મોહંમદ આમિરની વર્લ્ડકપમાં પસંદગી પામવા સામે શંકા

0
7

કરાંચી,તા.૮
કેપ્ટન સરફરાઝ અહમદ દ્વારા મોહંમદ આમિરની વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં વિકેટો ઝડપવામાં નિષ્ફળતા માટે ચિંતા વ્યક્ત કરાતા તે અનુભવી ડાબોડી ફાસ્ટ બાલરની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થવા માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
“તમારો મુખ્ય ફાસ્ટ બાલર જ્યારે નિયમિતપણે વિકેટો ઝડપી શકતો નથી તો સ્પષ્ટ છે કે કેપ્ટનને ચિંતા થતી હોય છે, એમ સરફરાઝે એક ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું હતું.
૨૦૧૭માં ઓવલ ખાતે રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ૧૬ રનમાં ત્રણ વિકેટનો વિજયી બાલિંગ દેખાવ નોંધાવ્યા પછી ૨૬ વર્ષના આમિરે પોતે રમેલી ૧૪ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં એકથી વધુ વિકેટ લીધી નથી અને તેમાંથી નવ મેચમાં તે એકેય વિકેટ પ્રાપ્ત કરી શક્યો નથી.
સરફરાઝે વધુમાં કહ્યું હતું કે તે ૧૪ મેચમાં આમિરની વિકેટ દીઠ સરેરાશ ૮૫ જેટલી રહી છે અને તેની બાલિંગ ઝડપ તથા સ્ટ્રાઈક-રેટ પણ ટેસ્ટ મેચોમાં ઘટી ગઈ છે. પાકિસ્તાનના સિલેક્ટરો વર્લ્ડ કપની ટીમની ૧૮મી એપ્રિલે જાહેરાત કરનાર છે. વર્તુળોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમના વડા કોચ મિકી આર્થર અને બાલિંગ કોચ અઝહર મહમુદે પણ આમિરમાં વિશ્ર્વાસ ગુમાવી દીધો હોવાથી વર્લ્ડ કપની ટીમમાં તેની પસંદગી થવી મુશ્કેલ છે.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY