દેરોલ ગામના ટેકરા ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમતા પાંચને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
13

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આગમી
દિવસોમાં લોકસભા સામાન્‍ય ચુંટણી ૨૦૧૯ અનુંસંધાને આદર્શ આચારસંહીતા અમલમાં હોય જે અન્વયે જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે હેતુથી દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક સાહેબ નાઓ તરફથી પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા આપેલ ડ્રાઇવ અનુંસંધાને પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઇ. એ.એસ.ચૌહાણને મળેલ માહીતીના આધારે દેરોલ ગામના ટેકરા ફળીયામા ખુલ્લી જગ્યામા વરલી મટકાનો જુગાર રમતા પાંચ આરોપીઓને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ-(૧)ઇસ્માઇલ મહંમદ ઇસા બગસ (વોરા પટેલ) રહે.ઇમરાન પાર્ક સોસાયટી બાયપાસ ભરુચ(ર) જસવંત ઠાકોરલાલ મોદી રહે.પાંચબત્તી શાસ્ત્રી માર્કેટની બાજુમા ભરૂચ (૩) દશરથભાઇ રમણભાઇ રાઠોડ રહે,નવી નગરી દેરોલ ગામ તા.જી.ભરૂચ(૪)જયેશભાઇ નરસિંહભાઇ રાવળ રહે,ટેકરી ફળીયુ દેરોલ ગામ તા.જી.ભરૂચ(૫)મગનભાઇ ધનજીભાઇ રાઠોડ
રહે,ટેકરા ફળીયુ દેરોલ ગામ તા.જી.ભરૂચ

જપ્ત કરેલ મુદ્દામાલ- અંગઝડતીના કુલે રૂપિયા ૨૧,૬૫૦/- તેમજ ચીઠી ની સ્લીપ બૂક નંગ-૧ તથા ચીઠી નંગ-૬ તથા બોલપેન નંગ-૨ તથા કાર્બન પેપર નંગ-૨ કિ.રૂ.૦૦/- તેમજ મોબાઇલ નંગ- પ કિ.રૂ. ૭,૦૦૦/- આમ કુલ્લે મુદામાલ કિ.રૂ. ૨૮,૬૫૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY