કરજણ,તા.૧૪
કરજણ તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખના અપમૃત્યુ કેસમાં પોલીસે કબજે લીધેલો મૃતકનો મોબાઈલ ફોન પોલીસ મથકમાંથી જ ગુમ થઈ જતાં અનેક સવાલો ઉભા થયા છે.
કરજણ તા.પં.ના પૂર્વ ઉપ પ્રમુખ પિનાકીન પટેલે ભાજપના તત્કાલીન જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ અટાલીયા પાસેથી ૭ ટકાના વ્યાજે રૂ. ૧૭ લાખ અને કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ઉર્ફે ગઢભાઇ ચાવડા પાસે ૧૦ ટકાના વ્યાજે રૂ. ૧૯ લાખ લીધાં હતાં.
બંનેએ વ્યાજનું વ્યાજ અને તગડી પેનલ્ટી ચઢાવી હતી. જેથી પિનાકીને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા સાથેની જમીનની ભાગીદારી છુટી કરી પ્રવિણ અને ભરતને રૂપિયા આપ્યાં હતાં, તેમ છતાં આરોપીઓએ ઉઘરાણી ચાલુ રાખતાં પિનાકીને કંટાળી જઈ ઓક્ટોબર – ૨૦૧૭માં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એક વર્ષ બાદ કરજણ પોલીસે ગુનો નોંધી વ્યાજખોર પ્રવીણસિંહ અને ભરતસિંહની ધરપકડ કરી હતી.
મૃતક પીનાકીન પટેલનો મોબાઈલ ફોન પોલીસ સ્ટેશનમાંથી ગુમ કરવા પાછળ ભાજપ – કોંગ્રેસના પ્રવિણ અને ભરતને બચાવાનો ખેલ હોવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ બંને આરોપીને પૈસા આપી દેવા માટે મહંમદ ઉર્ફે ગીગો આદમભાઈ પટેલે પિનાકીને ફોન કર્યો હતો. કરજણ મોતી મહેલ હોટલ પાસેનું રેકો‹ડગ પણ ફોનમાં હતું, તેવું કહેવાય છે.
આ કેસની તપાસ કરી રહેલા તત્કાલીન પીઆઈ ડી.વી.જાષીને મૃતકના પિતા રસીકભાઈએ રેકો‹ડગવાળો ફોન તપાસના ભાગરૂપે આપ્યો હતો. પોલીસે ફોનને ફોરેન્સિક મોકલવાની પણ તસ્દી લીધી ન હતી. હવે, ફોન પોલીસ સ્ટેશનમાંથી જ ગુમ થઈ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતે રસીકભાઈએ જાષીને ફોન કરતાં તેમણે મારી બદલી થઈ ગઈ છે, ફોન પોલીસ સ્ટેશનમાં જ હશે, તેવો જવાબ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



