ભરૂચ,તા.૧૪
ભરૂચના નિકોરા ગામે મહિલા કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી પૈસા લેતા વાયરલ થયેલા કથિત વીડીયોએ પોલીસે બેડામાં પણ ભારે ચર્ચા જગાવી છે. મહિલા પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હોવાની વાતો વહેતી થઈ છે.
સોસિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડીયોની મળતી માહિતી મુજબ સાંજે ભરૂચ તાલુકાના નિકોરા ગામે આવેલી નવી નગરીમાં એક દેશી દારૂના અડ્ડા પર જ્યુપીટર લઈ કહેવાતા નબીપુર પોલીસ મથકના મહિલા કોનસ્ટેબલ પહોંચ્યા હતા. મહિલા કોનસ્ટેબલનું મોપેડ ઉભું રહેતા જ તરત ઘરમાંથી મહિલાએ આવી તેમના હાથમાં રૂપિયા ૧૫૦ પકડાવી દીધાં હતાં.
જે રૂપિયા પોતાના લેડીઝ પર્સમાં મુકી તરત મહિલા કોન્સ્ટેબલ નીકળી ગયા હતા. જાકે દેશી દારૂનો વેપલો કરતી મહિલાના ઘરમાંથી જ કોઈએે આ નાણાં લેતો કથિત વીડીયો ઉતારી તેને વોટ્સઅપ પર વાયરલ કરી દીધો હતો.
રાજ્યમાં દારૂબંધીની કડક વાતો અને અમલવારીની સરકારની ગુલબાંગો વચ્ચે ભરૂચમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા ભાજપાના આગેવાનો બાદ મહિલા કોન્સ્ટેબલનો દેશી દારૂના અડ્ડા પરથી નાણાં લેતો કથિત વીડીયો વાયરલ થતાં ભારે હડકંપ મચી ગઈ છે. પોલીસ પણ હવે આ વીડીયો તપાસી તેની પાછળનું તથ્ય બહાર લાવે તે જરૂરી બન્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




