બોલો….ચોટીલા કોર્ટમાં દીપડો ઘૂસી જતા દોડધામ મચી

0
6

સુરેન્દ્રનગર,તા.૧૪
ખેતરમાં, ઘરમાં, કોલેજમાં, નિશાળમાં ને બાકી રહેતું હતું તો થોડાંક સમય પહેલાં આપણે ગાંધીનગર સચિવાલય સંકુલમાં પણ દીપડો ઘૂસવાની ઘટના અંગે સાંભળ્યું હશે. પરંતુ દીપડો કોર્ટમાં ઘૂસ્યો હોય તેવું કદાચ પહેલી વખત જ બન્યું છે.
જી હા સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી કોર્ટમાં દીપડો ઘૂસી ગયો છે. આ ઘટના આજે સવારે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ બની હતી. દીપડો કોર્ટમાં જ્યારે ઘૂસ્યો ત્યારે કોર્ટની કાર્યવાહી ચાલતી હતી. દીપડાને જાતાં જ લોકો ડરના માર્યા આમતેમ ભાગવા લાગ્યા હતા. આ દીપડાને પકડવા માટે વનવિભાગના કર્મચારીઓને બોલાવામાં આવ્યા હતા.
ગાંધીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસી ગયો ત્યારે સમગ્ર વ્યવસ્થા તંત્ર ધંધે લાગી ગયું હતું અને સચિવાલયની સુરક્ષા સામે પ્રશ્નો થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY