તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરત કેન્સરના દર્દીઓની લાઇફની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે જુદા જુદા કોચરાન સિસ્ટેમેટિક રિવ્યુમાં આ બાબતને સમર્થન મળ્યું છે કે વોકિંગ અને સાઇકલીંગ જેવી પ્રવૃત્તિ કેન્સરની સારવાર લઈ ચૂકેલા લોકોને રાહત આપે છે. તેમની લાઇફ ગુણવત્તાને સુધારવામાં પણ મદદરૂપ બને છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા કેન્સરથી પીડાતા લોકોને હળવી કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. સાઇકોલોજીકલ અને સોશિયલ ઇફેક્ટ ઉપર પણ તેની અસર થાય છે. સારવાર સાથે સંબંધિત લક્ષણો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કેન્સરની સારવાર અને બચી જવાની તકોમાં પણ કસરતના કારણે સુધારો થાય છે. વ્યક્તની લાઇફ ગુણવત્તા આના લીધે સુધરે છે. અભ્યાસના ભાગરૂપે ૬૬ ટ્રાયલ ઉપર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્સરના જુદા જુદા સ્વરૂપ માટે સારવારમાંથી પસાર થઈ ચૂકેલા ૪૮૨૬ લોકોને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર સહિતના રોગોમાં હળવી કસરત મદદરૂપ બની શકે છે. બીજા તબક્કા દરમિયાન ૪૦ ટ્રાયલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું જેમાં કેન્સરની સારવાર લઈ ચૂકેલા ૩૬૯૪ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. વોકિંગ, સાઇકલીંગ, યોગા સહિત કસરતના કાર્યક્રમોને ધ્યાનમાં લેવાયા હતા. અભ્યાસના પરિણામ દર્શાવે છે કે કસરત આરોગ્ય સંબંધિત લાઇફની ગુણવત્તા સુધારે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




