હાઈવોલ્ટેજના કારણે વીજઉપકરણો અચાનક બળી જતા રહીશોએ હોબાળો મચાવ્યો

0
64

વડોદરા,
તા.૧૩/૦૩/૨૦૧૮

બોર્ડના વિધાર્થીઓને સ્ટ્રીટ લાઈટના અજવાળે પરીક્ષાની તૈયારી કરવી પડી

શહેરના સલાટવાડા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વીજકંપનીના કર્મચારીઓ દ્વારા થઈ રહેલી મરામત કામગીરી દરમિયાન અચાનક હાઈવોલ્ટેજ થતાં આ વિસ્તારમાં રહેતા દોઢસોથી વધુ રહીશોના ઘરમાં ટીવી, ફ્રીજ, સેટટોપ બોક્ષે સહીતના ઉપકરણો બળી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સલાટવાડા ત્રણ રસ્તા પાસે તેમજ તુલસીબાઈની ચાલી વિસ્તારમાં સાંજે એકદમ લો વોલ્ટેજ હોઈ આ અંગે સ્થાનિક રહીશોએ વીજકંપનીમા ફરિયાદ કરી હતી. સ્થાનિક રહીશોએ કરેલા આક્ષેપ મુજબ ફરિયાદ કર્યા બાદ રાત્રે સવા આઠ વાગે વીજકર્મચારીઓ કામગીરી કરવા માટે આવ્યા હતા. જાકે તેઓએ મેઈનસ્વીચ બંધ કર્યા વિના કામગીરી ચાલું કરી હતી અને કામગીરી ચાલતી હતી તે દરમિયાન તેઓની બેદરકારીના કારણે અચાનક હાઈવોલ્ટેજ થયો હતો.

હાઈવોલ્ટેજના કારણે આ વિસ્તારના આશરે દોઢસો જેટલા રહીશોના ટીવી,ફ્રીજ,સેટટોપ બોક્ષ સહિત અન્ય વીજઉપકરણો અચાનક બળી જતા ઠપ્પ થયા હતા. આ બનાવના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓ ટોળા સ્વરૃપે બહાર ધસી ગયા હતા. તેઓએ બળી ગયેલા વીજઉપકરણો સાથે દેખાવ કરી હોબાળો મચાવ્યો હતો. રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓ અને તેઓના અધિકારીઓને ફરિયાદ કરતાં તેઓએ અમારી ભુલ નથી તેમ કહી હાથ ખંખેર્યા હતા. દરમિયાન હોબાળાના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ બનાવ અંગે આ વિસ્તારમાં રહેતા બ્રીજેશભાઈ દૂબે સહિતના સ્થાનિક રહીશોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે વીજંકપનીના કર્મચારીઓની બેદરકારીના કારણે જ મધ્યમ અને ગરીબવર્ગના રહીશોના વીજઉપકરણો બળી ગયા છે. હાલમાં આ વિસ્તાના અનેક વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલું છે તેવા સમયે વીજઉપકરણો બળી જતા અને લાઈટ પણ ચાલુ ન હોઈ તેઓની હાલત કફોડી બની છે. વીજકંપનીના અધિકારી અને પોલીસ પાસેથી કોઈ દાદ નહી મળતા સ્થાનિક રહીશોએ વળતર મેળવવા માટે ભેગા થઈને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીશું તેમ જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY