726 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ દુનિયાની સૌથી ફ્લોપ ફિલ્મોમાં પાંચમા નંબરે
726 કરોડ રૂપિયા( 113 મિલિયન ડોલર)ના ખર્ચે બનેલી ચીનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ અસુરા રિલિઝ થતાની સાથે જ ટિકિટબારી પર ઉંધા માથે પછડાઈ છે. ચીન માટે આ ફિલ્મ ભારતની બાહુબલી સમાન હતી કારણકે તેમાં પણ પૌરાણિક કહાનીનો આધાર લેવામાં આવ્યો હતો. બાહુબલી ફિલ્મ 250 કરોડ રુપિયામાં બની હતી.જોકે બાહુબલીએ અસુરાથી વિરુધ્ધ સફળતાના નવા શિખરો સર કર્યા હતા. ચીનની બાહુબલી ગણાતી અસુરા ફિલ્મ બનાવતા 6 વર્ષ થયા હતા. જોકે હવે ફિલ્મે પહેલા દિવસે માત્ર 50 કરોડ રુપિયાનો બિઝનેસ કરતા ફિલ્મને મોટાભાગના થિયેટર્સ પરથી હટાવી લેવામાં આવી છે. ફિલ્મ એક બૌધ્ધ પૌરાણિક કથાના આધારે બની છે.જેમાં ગાયો ચરાવનાર એક વ્યક્તિ સ્વર્ગીય સામ્રાજ્યને કેવી રીતે બચાવે છે તેની વાત કહેવામાં આવી છે. ફિલ્મે એટલુ નુકસાન કર્યુ છે કે તેના કારણે તે દુનિયાની ઓલ ટાઈમ ફ્લોપ ફિલ્મોની યાદીમાં તે પાંચમા સ્થાને છે. દુનિયાની સૌથી મોટી ફ્લો ફિલ્મના લિસ્ટમાં 125 મિલિયન ડોલરના નુકસાન સાથે સિંદબાદ, લેજંડ ઓફ ધ સેવન સીઝ પહેલા સ્થાને છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






