ન્યુ દિલ્હી,તા.૩૦
રાજકીય પક્ષોને વિદેશી ફંડ લેવાની પરવાનગી આપનારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજકીય પક્ષોનો વિદેશી ફંડના નિયમ-કાયદાને નબળો બનાવવાનો આરોપ લગાવતાં ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) ૨૦૧૦માં ફાયનાન્સ એક્ટ ૨૦૧૬ અને ફાયનાન્સ એક્ટ ૨૦૧૮ દ્વારા કરવામાં આવેલા સંશોધનોને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરવામાં આવી છે. કોલકત્તાની રહેવાસી વાણી ચક્રવતૠ તરફથી દાખલ આ જનહિત અરજી પર મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠ આજે સુનાવણી કરશે.
ચક્રવતીએ વકીલ હરિશંકર જૈન મારફતે દાખલ પોતાની અરજીમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ ભારત સરકાર અને ચૂંટણી પંચને નિર્દેશ આપે કે તે દિલ્હી હાઈકોર્ટના ૨૮ માર્ચ ૨૦૧૪ના આદેશનું પાલન કરતાં એફસીઆરએ એક્ટ ૧૯૭૬નું ઉંંઘન કરનારા રાજકીય પક્ષો વિરુધ્ધ કાર્યવાહી કરે. આ ઉપરાંત એફસીઆરએ ૨૦૧૦ની જાગવાઈઓનું ઉંંઘન કરનારા રાજકીય પક્ષો વિરુધ્ધપણ કાયદા હેઠળ કોર્ટના નક્કી કરાયેલા સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
અરજીમાં આરોપ લગાવાયો હતો કે ફાયનાન્સ એક્ટ ૨૦૧૬ની કલમ ૨૩૬ દ્વારા એફસીઆરએ ૨૦૧૦માં સંશોધન કરી વિદેશી સ્ત્રોતની પરિભાષા બદલી નાખવામાં આવી છે. બદલાયેલી પરિભાષા અનુસાર કોઈ પણ કંપની જેની નોમિનલ વેલ્યુ ઓફ શેયર કેપિટલ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) ૧૯૯૯ હેઠળ વિદેશી રોકાણની નક્કી સીમા અંદર છે તો કંપનીના શેયર કેપિટલમાં વિદેશી સ્ત્રોત પચાસ ટકાથી વધુ થવા પર પણ તેને વિદેશી કંપની માનવામાં નહી આવે. ફાયનાન્સ એક્ટ ૨૦૧૮ દ્વારા એફસીઆરએ એક્ટ ૨૦૧૦માં સંશોધન કરીને વિદેશી સ્ત્રોતથી પૈસા લેવાની કટ ઓફ ડેટ પાંચ ઓગસ્ટ ૧૯૭૬થી બદલીને ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૦ કરી દેવામાં આવી છે જે એફસીઆરએ ૨૦૧૦થી લાગુ થવાની તારીખ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



