આજ રોજ ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના જાગૃત આગેવાનો દ્રારા દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો પર થતા હુમલા,હત્યા તેમજ ભારતીયોની જાનમાલ સુરક્ષા અર્થે ભારતના વડાપ્રધાન તથા વિદેશ મંત્રાલયને સંબોધી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભારતની અલગ અલગ જગ્યાઓ પરથી ભારતીયો કામકાજ અર્થે આફ્રિકામાં જતા હોય છે અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.પરંતુ ત્યાં ભારતીયો સુરક્ષિત નથી કારણ કે બેફામ બનેલા નિગ્રો કાળીયાઓ દ્રારા ભારતીયો કે જેમણે રોજી રોટી મેળવી બચત કરવાની આશાએ મુકેલા મહેનત ના રૂપિયાઓની હાથમાં બંદૂક લઈને ફરતા કાળીયાઓ ભારતીયો પર હુમલા અને હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે.જેનો ઉદાહરણ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં રહેતા મૂળ ભરૂચના બે યુવાનોને નિગ્રોએ લૂંટના ઈરાદે તેવોને ગોળી મારી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

જેના વિરોધમાં આજ રોજ ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠી,હાફેજી દયાદરાવાળા, સલીમ ગોદર સહિત મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે આ વધી રહેલા બનાવો અટકે તે માટે ભારતના વિદેશ મંત્રાલયએ આફ્રિકા સરકાર સાથે વાટાઘાટો કરીને આફ્રિકામાં વસતા ભારતીયોને જાન માલની સુરક્ષા આપવામાં આવે અને વિદેશ મંત્રાલયને પણ અપીલ કરી જણાવ્યું હતું મેં ભારતીયોની સુરક્ષા કરવી એ ભારત સરકારની નૈતિક જવાબદારી અને ફરજ જેથી સરકાર દ્રારા આફ્રિકાના રાષ્ટ્રપતિ અને આફ્રિકન સરકાર સાથે વાટાઘાટો કરી ભારતીયોને સુરક્ષા કરવા માંગ કરવામાં આવી હતી.
જો આફ્રિકામાં વસતા ભારતીયો
ઓને સુરક્ષા નહીં કરવામાં આવે અને જે કાળીયાઓ હુમલા કરે છે તેમની સામે સખ્ત માં સખ્ત પગલાં ભરી જેલના સળિયા પાછળ ધકેલી કડકમાં કડક સજા કરવામાં આવે નહીં તો ના છૂટકે સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ભારત માં આવેલી આફ્રિકાની એમ્બેસીનો ઘેરાવો કરી અને વિરોધ પ્રદર્શન કરી બોમ્બેમાં આવેલી આફ્રિકા એમ્બેસીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





