સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા અપાયેલ કડક સૂચના

0
128

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.એચ.ગોરીને હે.કો. મહેન્દ્રસિંહ મારફતે મળેલ બાતમી આધારે લીંબડી તાલુકાના પાણશીણા ગામે દલિતવાસના નાકે ખેતરના શેઢે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 09 આરોપીઓને રોકડ રકમ રૂ. 10,960/- તથા મોબાઈલ ફોન નંગ 05 કિંમત રૂ. 5,000/- મળી, કુલ રૂ. 15,960 /-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. અમીનાબેન ગોરી, હે.કો. મહેન્દ્રસિંહ, ચંદુભાઈ, વાલજીભાઈ, હિતેશભાઈ, હસુભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા લીંબડી તાલુકાના પાણશીણા ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) અજિતભાઈ પલાભાઈ ચૌહાણ ઉવ. 28 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (2) મનસુખભાઈ દુદાભાઈ ચૌહાણ ઉવ. 35 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (3) દિલીપભાઈ લખમણભાઈ ચૌહાણ ઉવ. 34 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (4) નરેશભાઈ માલજીભાઈ ચૌહાણ ઉવ. 28 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (5) જહુભાઈ કરસનભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપૂત ઉવ. 55 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (6) શૈલેષભાઈ કનુંભાઈ રાઠોડ ઉવ. 38 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (7) શેરસિંઘ ટહેલસિંઘ શીખ જાતે લુહાર ઉવ. 28 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, (8) ઘનશ્યામસિંહ દીપસંગ પઢીયાર જાતે કારડીયા રાજપૂત ઉવ. 54 રહે.પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર તથા (9) હીરાભાઈ હમીરભાઈ ચૌહાણ ઉવ. 53 રહે. પાણશીણા તા. લીંબડી જી. સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 10,960/-, મોબાઈલ નંગ 05 તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 15,960/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બી. જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ તપાસ પાણશીણા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.એચ.ગોરી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY