કેજરીવાલ સરકાર દિલ્લીવાસીઓને એક રૂપિયામાં પ્રતિ યુનિટના દરે વિજળી આપશે

0
18

ન્યુ દિલ્હી,તા.૬
દિલ્હીવાસીઓને આગામી સમયમાં રૂપિયામાં એક પ્રતિ યુનિટના દરે વિજળી મળશે. દિલ્હીની સરકાર આને લઈને પોલિસી બનાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આગામી સમયે દિલ્હીમાં ફક્ત રૂપિયામાં એકના ભાવે પ્રતિ યુનિટ વિજળી મળશે. સીએમ એ તાજેતરમાં દ્ધારકામાં પ૦૬ કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.
કેજરીવાલે જણાવ્યું હતું કે, દ્ધારકામાં સોલર પ્લાન્ટમાં ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરાશે. પ્લાન્ટને સીધે સીધે બીઆપીએલ ગ્રીડથી જાડાવામાં આવ્યુ છે. શનિવારે સાત સોસાયટીની છત ઉપરના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી ગઈ છે. હવે દ્ધારકાની ર૭ સોસાયટીઓમાં આ સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦ અન્ય સોયાયટીઓમાં પણ આવી તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટની મદદથી લગભગ ૬પ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.
વિજળીનું વિતરણ કરવા વાળી કંપનીઓને આગામી દિવસોમાં વિજળીની ખરીદી ઉપર છુટછાટ આપવામાં આવી છે. જા એવું થાય તો વિજળીના બિલમાં ઘટાડો થઈ શકે છે. અત્યારે સુધી એનર્જી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ એવી જ કંપનીઓ પાસેથી વિજળીની ખરીદી કરી રહી છે જેની સાથે અગાઉ કરાર કરેલો છે.
જેનો મતલબ છે કે, જે કંપનીઓ ઓછા ભાવે વિજળીનું વેચાણ કરી રહી છે તેના પાસેથી વિજળી ખરીદી કરી શકતા નથી. જેના કારણે કેટલાક રાજ્યોમાં એનર્જી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને નુકસાન થયુ છે. વિજળી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી વિજળીની ખરીદી ઉપર છુટછાટની માગણી કરી રહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY