દિલ્હી,તા.૬
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં એક નોટિફિકેશ જાહેર કરેલ. આ પરિપત્રમાં ૈંજીં માર્કો ધરાવતા હેલ્મેટનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, ૈંજીં દ્વારા પ્રમાણીત નહીં કરવામાં આવેલ હેલ્મેટ બનાવનાર અને વેચાણ કરનારની કોઇપણ પ્રકારનું વોરંટ વગર ધરપકડ કરી શકાશે. આગામી ૨ માસ બાદ, ભારતમાં ૈંજીં વગરના હેલ્મેટનું ઉત્પાદન કરનાર કે વેચાણ કરનારને ૨ લાખનો દંડ અથવા ૨ વર્ષની જેલ થશે.
આપને જણાવી દઇએ કે, આ મામલે ટૂ-વ્હીલર ઉત્પાદન એસોસિએશન દ્વારા ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને આવકાર્યો હતો.
આ સાથે એસોસિએશનના પ્રતિનિધિએ એમ પણ જણાવેલ કે જેમ ખોટી દવાનું વેચાણ કરવું નુકસાનકર્તા છે તેમ ૈંજીં માર્ક વગરના હેલ્મેટ પણ નકલી છે જે આપત્તિના સમયે ઉપયોગમાં આવતા નથી.
ઉલ્લેખનીય છે કે, ટૂ વ્હીલર એસોસિએશનના અધ્યક્ષ અને સ્ટીલબર્ડના સ્ડ્ઢ રાજીવ કપૂરે જણાવ્યું કે, સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ આ કદમ ખુબજ વખાણવા લાયક છે અને આ એક નિર્ણય માસ્ટરસ્ટ્રોકના રૂપમાં સાબિત થશે.
આગામી માસથી અમલી થનાર આ નિયમને કારણે નકલી હેલ્મેટનું વેચાણકર્તા લોકો પર પ્રતિબંધ લાગશે અને તેમ છતા તેઓ જે વેચાણ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


