અંતે રિકેપિટેલાઇઝેશન સ્કીમ લંબાવવા કેન્દ્રએ મંજુરી આપી

0
77

નવીદિલ્હી, તા. ૪
કેન્દ્રીય કેબિનેટે આજે ૨૦૧૯-૨૦ સુધી આગામી ત્રણ વર્ષ માટે રિઝનલ રુરલ બેંક માટે રિકેપિટેલાઇઝેશન સ્કીમને લંબાવવાની મંજુરી આપી હતી. સરકારે કહ્યું છે કે, આના કારણે ગ્રામીણ લોકોને સીધો ફાયદો થશે. સરકારનું કહેવું છે કે, તેની ઇચ્છા નવ ટકાના કેપિટલ ટુ રિસ્ક વેટ એસેટ રેશિયો (સીઆરએઆર) લઘુત્તમ જાળવવા માટેનો છે. ૨૦૧૦-૧૧માં આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ૨૦૧૨-૧૩માં બે વખત આને લંબાવવામાં આવી હતી. છેલ્લે આ સ્કીમને માર્ચ ૨૦૧૭ સુધી લંબાવી દેવામાં આવી હતી. કુલ ૧૧૦૭.૨૦ કરોડ રૂપિયા સરકારની હિસ્સેદારી પૈકી ૧૪૫૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવી છે. ગયા વર્ષે માર્ચ સુધીનો આ આંકડો રહેલો છે. રિઝનલ રુરલ બેંકોને રિકેપિટેલાઇઝેશન સપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે બાકીની ૩૪૨.૮૦ કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કરવામાં આવશે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રિય કેબિનેટે આ નિર્ણય કરીને તમામ બાબતો ઉપર ધ્યાન આપ્યું છે. જેની મુડી રિસ્ક વેટ એસેટ રેસિયોથી નવ ટકા ઓછી છે તે મામલામાં બાકીની મૂડીનો ઉપયોગ કરવામાં આવશે. મજબૂત મૂડી માળખુ અને સીઆરએઆરના લઘુત્તમ જરૂરી સ્તરને જાળવી રાખવાના પ્રયાસ કરવામાં આવશે. આનાથી રિઝનલ રુરલ બેંકની નાણાંકીય Âસ્થરતા જાળવવામાં આવશે. ફાઈનાÂન્સયલ ઇન્ક્લુશનમાં આરઆરબીની ભૂમિકા વધુ મજબૂત બની શકે છે. આરઆરબી કેન્દ્ર, સંબંધિત રાજ્ય સરકાર, સ્પોન્સર બેંકો દ્વારા સંયુક્તરીતે ચાલવવામાં આવે છે. ૫૦, ૧૫ અને ૩૫ ટકાના હિસ્સા સાથે આમા મૂડી રહેલી હોય છે. રિઝનલ રુરલ બેંક રિકેપિટેલાઈઝેશન સ્કીમને લંબાવવાને લઇને પહેલાથી જ ચર્ચા અને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. આજે આને મંજુરી મળી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY