કેરળમાં વરસાદી તબાહી : મૃત્યુઆંક ૮૦ને પાર,૧૨ જિલ્લામાં રેડ એલર્ટ

0
17

તિરુવનંતપુરમ્‌,તા.૧૬
આખા કેરળમાં બુધવારે ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ૧૪માંથી ૧૨ જિલ્લાઓમાં પૂર જેવી પરિÂસ્થતિ છે. મધ્ય કેરળના ઘણા વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ્પ થઇ ચૂક્્યું છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોએ પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે. બુધવારે ઇડુક્કી, મુલ્લાપેરિયાર અને ઇડમલયાર સહિત ૩૫ બંધના ગેટ ખોલવાથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા. પેરિયાર નદીનું જળસ્તર વધવાથી કોચિ પર ખાસી અસર થઇ છે. અહીંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એરપોર્ટને શનિવાર સુધી બંધ કરવામાં આવ્યું. ૮ ઓગસ્ટથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ૮૦ લોકોના મોત થઇ ગયા. મોનસૂન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી રાજ્યમાં ૭૧ ઇંચ વરસાદ પડી ચૂક્્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પથામિથિટ્ટા, કોઝિકોડ, એર્નાકુલમ, થ્રિસુર અને એલાપુઝામાં અત્યાર સુધીમાં ૯૨૬ લોકોને સલામત સ્થળે ખસેડી ચૂકી છે.
એનડીઆરએફ અને નૌસેનાની ટીમો રાહત અને બચાવકાર્ય કરી રહી છે. ભારતીય નૌસેનાએ જણાવ્યું કે તેમની ૨૧ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રી પી. વિજયને બુધવારે મોડી રાતે કહ્યું કે કેરળના ઇતિહાસમાં આવું ક્્યારેય નથી થયું.
મોટાભાગના બંધના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન બરબાદ થઇ ચૂક્્યા છે. લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવું તે સરકારની પ્રાથમિકતા છે. આગામી ૪ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે, એટલે સતર્ક રહેવાની જરૂર છે. કોચિ એરપોર્ટના ડાયરેક્ટર એસીકે નાયરે જણાવ્યું કે બંધના ગેટ ખુલવાથી પેરિયાર નદીનું પાણી એરપોર્ટ સુધી પહોંચી ગયું. તેનાથી ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઇ. પાણીનું સ્તર ઘટ્યા પછી એરપોર્ટની સફાઇમાં ૨૪ કલાક લાગશે. ત્યારે જ ફ્લાઇટ્‌સ શરૂ કરી શકાશે.
રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકોમાં ૩૮.૧૧ મિલિમીટર વરસાદ નોંધવામાં આવ્યો, જ્યારે ચોમાસું શરૂ થવાથી લઇને અત્યાર સુધી રાજ્યમાં ૧૮૦૬.૬૪ મિલિમીટર (૭૧ ઇંચ) વરસાદ પડી ચૂક્્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ સેન્ટરના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સરકારે ૭૬૮ રાહત શિબિરો લગાવી છે, જ્યાં બુધવારે મોડે સુધી ૨૨,૧૧૫ પરિવારોના ૮૫,૩૯૮ લોકો રોકાયા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY