અમદાવાદ,તા.૧૭
રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાની જામીન અરજી પર ચુકાદો હાલ કોર્ટે અનામત રાખ્યો છે. અલ્પેશના કેસની સુનાવણીમાં ગુજરાત સરકારે અલ્પેશની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે, અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે અને તપાસ પણ હજુ બાકી છે. અલ્પેશના વકીલે પણ દલીલ કરી હતી કે, અલ્પેશ રાજ્યમાં ૨૦૧૫મા ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી.
અલ્પેશના વકીલે કહ્યુ હતું કે, જે ઘટના પર સરકાર આધાર રાખી રહી છે, તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો. અલ્પેશે કોઈ હિંસા ફેલાવી નથી. ક્રિમિનલ કોન્સપિરન્સીની ગુજરાત સરકારની રજૂઆત પાયાવિહોણી છે. આ સિવાય અલ્પેશ ભાગેડું નહોતો અને તે કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. સરકારે પોતાની એફિડેવિટમાં એ ભાગેડું હતો એવું કહ્યુ નથી, ફક્ત કાગળ પર જ તેને ભાગેડું બતાવવામાં આવ્યો છે.
જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એવી એફિડેવિટ કરી હતી કે, અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી તેને જામીન ન આપવામાં આવે. જા અલ્પેશને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે છે. આ સિવાય તે ટ્રાયલ દરમિયાન પણ કોર્ટમાં હાજર નહીં રહે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



