વ્યવસ્થાની ટીકા કરવી અને તેને ખતમ કરવી સરળ, પરંતુ ચલાવવી મુશ્કેલઃ CJI મિશ્રા

0
25

ન્યુ દિલ્હી,તા.૧૬
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે સિસ્ટમ (યંત્રણા)ની ટીકા કરવી, તેના પર (શાબ્દિક) હુમલા કરવા અને તેનો નાશ કરવો સરળ છે, પરંતુ તેમાં સુધારા કરીને તેને સારી બનાવવી મુશ્કેલ છે.
સુપ્રીમ કાર્ટ બાર એસાસિયેશન દ્વારા સ્વાતંત્ર્ય દિને યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે લોકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થને અંકુશમાં રાખીને હકારાત્મક વિચાર સાથે રચનાત્મક પગલાં લેવા જાઇએ અને સંસ્થાને નવા શિખરે લઇ જવી જાઇએ.
જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે કોઇ સિસ્ટમની ટીકા કરવી સહેલી છે, પરંતુ પરિપકવતા અને જવાબદારીથી પરિવર્તન આણવું મુશ્કેલ છે.
કેન્દ્રના કાયદાપ્રધાને સર્વોચ્ચ અદાલતમાં બિનજરૂરી જાહેર હિતની અરજી પર નિયંત્રણ મૂકવાની આવશ્યકતા પર ભાર આપ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY